DDNews Feeds
કેન્દ્રીય ગૃહમંત્રીએ રવિવારે ગાંધીનગરમાં દેશની પ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) લોન્ચ કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે (15-02-2026) ગાંધીનગરમાં દેશની પ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) લોન્ચ કરતી વખતે કહ્યું કે, વિશ્વના કુલ ડિજિટલ વ્યવહારોમાં અડધાથી વધુ હિસ્સો ભારતનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જ્યારે હું "ડિજિટલ ઇન્ડિયા" શબ્દનો ઉપયોગ કરું છું અને 11 વર્ષ પાછળ જોઉં છું, ત્યારે હું કલ્પના પણ કરી શકતો નથી કે 60 કરોડ લોકો એવા હતા જેમના પરિવારો પાસે બેંક ખાતા નહોતું. આજે, 11 વર્ષ પછી, પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વના અડધા ડિજિટલ વ્યવહારો ભારતમાં થઈ રહ્યાં છે. આનો અર્થ એ છે કે, વિશ્વમાં બે ડિજિટલ વ્યવહારો થાય છે તો એક ભારતમાં થાય છે. આજે, તે જ ડિજિટલ ઇન્ડિયા ગરીબોને સસ્તા અનાજ પૂરા પાડવાના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, જેમ DBTએ દેશમાં 15 લાખ કરોડથી વધુના કૌભાંડોને દૂર કર્યા, તેવી જ રીતે ખાદ્ય મંત્રાલયની આ પહેલ પારદર્શક વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરશે અને પીએમ મોદીના ‘मिनिमम गवर्नमेंट, मैक्सिमम गवर्नेंस’ના મંત્રને સાર્થક કરશે. ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, તેમને 11 વર્ષ પહેલાનો સમય યાદ છે. ભ્રષ્ટાચાર પહેલા અનાજના વજનમાં શરૂ થતો હતો. રાશન કાર્ડ નકલી હતા, પરંતુ હવે ઈ-રાશન કાર્ડ રજૂ કરવામાં આવ્યા, પછી "એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ", અને હવે આ સિસ્ટમ વધુ પારદર્શિતા લાવી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ ડિજિટલ ઇન્ડિયા દ્વારા ગામડાઓ સુધી પારદર્શિતા પહોંચાડી છે. કોંગ્રેસ સરકાર દરમિયાન કનેક્ટિવિટી ફક્ત 500 ગામડાઓ સુધી પહોંચી હતી, પરંતુ આજે કનેક્ટિવિટી 1 લાખ 7 હજાર ગામડાઓ સુધી પહોંચી છે. 2014માં પીએમ મોદીએ કહ્યું હતું કે "મારી સરકાર ગરીબો, દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ માટે છે, અને મારી સરકારમાં તેમનો પહેલો અધિકાર છે."
તેમણે કહ્યું કે, આજે આપણે સ્મિત સાથે જોઈએ છીએ કે 81 કરોડ લોકોને દર મહિને પ્રતિ વ્યક્તિ 5 કિલો મફત રાશન મળી રહ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય 81 કરોડ લોકોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવાનો છે, જે સમગ્ર યુરોપિયન યુનિયનની વસ્તી કરતાં લગભગ બમણું છે. તેમણે છેલ્લા દાયકામાં થયેલા કલ્યાણકારી કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો, અને કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4 કરોડ ઘરો બનાવવામાં આવ્યા છે, 13 કરોડ ઘરોને નળના પાણીના જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે, આશરે 13 કરોડ ઘરોને ગેસ સિલિન્ડર પૂરા પાડવામાં આવ્યા છે અને 12 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2.91 કરોડ મહિલાઓ "લખપતિ દીદી" બની છે. જે સૌને સાથે લઈને ચાલવાના વિકાસ તરફના નોંધપાત્ર પ્રયાસો દર્શાવે છે.
➖ @ddnews_gujarati ➖

No reviews yet.