Dyora Add Listing

Your Wishlist : 0 Items

CmoGujarat

Intraday Signals
Visit Now
  • Viewed - 27
  • Bookmark - 0

Telegram Description

【Unofficial】 channel but update regular. @ddnewshindi @ddnews_gujarati @ddnewsenglish @pib_hindi @pibgujarati @pib_english @alleditorial @gujaratiEditorial @gpscalert @cmogujarat @TransformingIndia @gktodayhindi

Latest Channel Posts

Channel Image
CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ધી ફ્રી યુથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના નેજા તળે ગુજરાત પ્રવાસે આવેલા નેપાળની સંસદના 14 જેટલા યુવા સાંસદો અને વિવિધ 8 રાજકીય પક્ષોના અગ્રણીઓએ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

નેપાળના આ ડેલિગેશને ભારતના વિકાસના રોલ મોડલ તરીકે ગુજરાતે શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, સહકારીતા તથા રોજગારીના ક્ષેત્રમાં જે સીમાચિન્હરૂપ વિકાસ સાધ્યો છે તેનાથી પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણી જણાવ્યું હતું કે, સમૃદ્ધ નેપાળના નિર્માણ માટે ભારત-ગુજરાત પાસેથી કઈ રીતે વિકાસ રાહે આગળ વધી શકાય તેમજ લોકોને સાથે રાખીને અને સાયન્સ-ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી કઈ રીતે વિકાસ થઈ શકે તે જાણવા અને સમજવાનો તેમના આ પ્રવાસનો હેતુ છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં ગુજરાતના પ્રભાવક વિકાસની ભૂમિકા આપતા જણાવ્યું કે છેવાડાના, ગરીબ માનવીનું હિત કેન્દ્રમાં રાખીને યોજનાઓ બનાવીને તેનો લાભ 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવાની, સૌના સાથ સૌના વિકાસની માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને કાર્યપદ્ધતિનો સૌથી વધુ લાભ ગુજરાતને મળ્યો છે. માનનીય...

View original post
2025-07-31T10:48:14+00:00
Channel Image
CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહત્તમ વૃક્ષારોપણ થકી ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી માટે સંકલ્પબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
2025-07-31T09:08:28+00:00
Channel Image
CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના વિવિધ 7 વિભાગોના કુલ ₹1.74 લાખ કરોડના 32 હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી તેમજ અત્યાર સુધી થયેલી કામગીરી અને આગામી આયોજનની સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવશ્રીઓ પાસેથી વિસ્તૃત વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સમીક્ષા કરેલા પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા, ખાવડાનો રિન્યુએબલ એનર્જી પાર્ક, લોથલમાં ભારત સરકાર દ્વારા નિર્માણાધીન નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની પ્રગતિ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના 1 થી 6 ફેઈઝની પ્રગતિ, સુરતના ડ્રીમ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ડેવલપમેન્ટ માટે સબમિટ કરાયેલો માસ્ટર પ્લાન તેમજ કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીશ્રીએ સમીક્ષા બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ વિકસિત ભારતના વિઝનને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ બધા જ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ઇન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશાસૂચક છે. મુખ્યમંત્રીશ્રીએ બધા જ હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સમાં ક્વોલિટી...

View original post
2025-07-31T07:45:01+00:00
Channel Image
CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છેવાડાના માનવી સુધી અસરકારક પરિવહન સેવાઓ સાથે સૌને સુગમ-સુખદ સફરની અનુભૂતિ કરાવવાની દિશામાં સતત આગળ વધવાની નેમ સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની નવી 151 સુપર એક્સપ્રેસ બસોને આજે ગાંધીનગર ખાતેથી વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા જાહેર પરિવહન અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સશક્તિકરણને વિકાસનો આધારસ્તંભ ગણાવ્યો છે, તેને અનુસરતા નાગરિકોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળી રહે તે માટે GSRTC દ્વારા આ 151 સુપર એક્સપ્રેસ બસો ₹52.63 કરોડના ખર્ચે જનસેવામાં મૂકવામાં આવી છે. ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક 8 હજારથી વધુ બસો દ્વારા દરરોજ 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્યસ્થાને પહોંચાડે છે.
2025-07-30T21:52:54+00:00
Channel Image
CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 'મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025' અભિયાન અંતર્ગત આજે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ જતનના સંકલ્પ સાથે શરૂ કરેલ 'એક પેડ માં કે નામ' અભિયાનને એક જનઆંદોલન બનાવવા સૌને પ્રેરણા પૂરી પાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે અને હવે અમદાવાદને ગ્રીન સિટી બનાવવાના સંકલ્પ સાથે @AmdavadAMC દ્વારા 'મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025' અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે.
2025-07-30T21:52:52+00:00
Channel Image
CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાહે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

શ્રી ઓમર અબ્દુલ્લાહ ગુજરાતની દ્વિ-દિવસીય મુલાકાતે આવેલા છે. તેમના ગુજરાત રોકાણ દરમિયાન તેઓ એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લેવાના છે.
2025-07-30T21:52:47+00:00

GPT Description

Related Video

No video available.

Item Reviews - 0

No reviews yet.

Add Review