CMO Gujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેરની કચેરીની કોઈપણ આગોતરી જાણ કર્યા વિના મુલાકાત લીધી હતી. તેમણે આ કચેરી સાથે જ કાર્યરત વાસ્મોની જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ કચેરીની કામગીરીની વિગતો પણ આ મુલાકાત દરમિયાન મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ હેલ્પલાઈન પર મળતી ઓનલાઈન ફરિયાદો અને તેના નિવારણ માટે કરવામાં આવતી કાર્યવાહીની જાણકારી પણ મેળવી હતી તેમજ ગ્રામીણ સ્તરની પાણી સમિતિઓની રજૂઆતો હલ કરવા માટે થતી કામગીરીની સમીક્ષા કરી હતી અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી રાજ્ય સરકારના વિભાગો અને જિલ્લા કચેરીઓની કામગીરી તથા અરજદારો સાથે સંવેદનાપૂર્ણ વ્યવહાર માટે સતત મોનિટરિંગ કચેરીઓની પ્રત્યક્ષ અને ઓચિંતી મુલાકાત દ્વારા કરતા રહે છે. મુખ્યમંત્રીશ્રીની આજની મુલાકાતથી કચેરીઓના અધિકારી-કર્મચારીઓએ સાનંદાશ્ચર્યની અનુભૂતિ કરી હતી તથા મુખ્યમંત્રીશ્રીના પ્રો-એક્ટિવ, પ્રો-પીપલ ગવર્નન્સના અભિગમથી પ્રભાવિત થયા હતા.

No reviews yet.