Dyora Add Listing

Your Wishlist : 0 Items

DD News Gujarati

Intraday Signals
Visit Now
  • Viewed - 28
  • Bookmark - 0

Telegram Description

【Unofficial】 channel but update regular. @ddnewshindi @ddnews_gujarati @ddnewsenglish @pib_hindi @pibgujarati @pib_english @alleditorial @gujaratiEditorial @gpscalert @cmogujarat @TransformingIndia @gktodayhindi

Latest Channel Posts

Channel Image
DDNews Feeds
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર,સુરક્ષા દળોએ એક આતંકવાદીને માર્યો ઠાર

આ એન્કાઉન્ટર શુક્રવારે રાત્રે શરૂ થયું હતું અને હજુ પણ ચાલુ છે. સેનાએ આ ઓપરેશનને 'ઓપરેશન અખાલ' નામ આપ્યું છે. શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતા, ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે, "આખી રાત ગોળીબાર ચાલુ રહ્યો. સતર્ક સૈનિકોએ સંતુલિત રીતે કાર્યવાહી કરી અને ઘેરાબંધી મજબૂત રાખી. અત્યાર સુધી એક આતંકવાદી ઠાર મરાયો છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે."

શુક્રવારે કુલગામના અખાલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે સુરક્ષા એજન્સીઓને માહિતી મળી હતી. આ પછી, સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. જમ્મુ અને કાશ્મીર પોલીસે પણ 'X' પર પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે SOG, સેના અને CRPF ટીમો આ ઓપરેશનમાં સામેલ છે. આ અઠવાડિયામાં આ ત્રીજું મોટું એન્કાઉન્ટર છે. અગાઉ ગુરુવારે પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક બે આતંકવાદીઓને ઠાર મરાયા હતા, જે પાકિસ્તાનથી ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા હતા. સોમવારે, પહેલગામ આતંકવાદી હુમલા સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદીઓને પણ એક ખાસ ઓપરેશનમાં ઠાર કરવામાં આવ્યા હતા.ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં માહિતી આપી હતી કે આ ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાનના હતા અને 22 એપ્રિલના રોજ પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યામાં સામેલ હતા.

@ddnews_gujarati
2025-08-02T11:48:44+00:00
Channel Image
DDNews Feeds
પ્રોજેક્ટની પ્રગતિ અંગે માહિતી આપવા માટે રેરા ઓથોરીટીની અનોખી પહેલ

રેરા ઓથોરીટી દ્વારા પ્રોજેક્ટના તાજેતરના ત્રિમાસિક અહેવાલમાં પ્રમોટર દ્વારા દર્શાવાયેલ એલોટીઝના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 'SMS' મોકલવાની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ SMS મારફત પ્રમોટર દ્વારા ત્રિમાસિક અહેવાલમાં અપલોડ કરેલ પ્રોજેક્ટની વિગતો અને તથા તેની પ્રગતિ સંબંધિત માહિતી પ્રાપ્ત કરવા માટે હવે પછી દર વર્ષે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર માસમાં 'Website Link' મોકલવામાં આવશે. જેના દ્વારા એલોટીઝ પોતાના પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક વિગત જાણી શકશે.

આ પહેલના લાભરૂપે, પ્રોજેક્ટના સંબંધિત આશરે 3 લાખ જેટલા એલોટીઝ પોતાના મોબાઇલ ફોન પર JM-GRERA-G મળેલા SMSની 'Website Link' મારફતે તેમના રજિસ્ટર્ડ પ્રોજેક્ટ અંગેની તાજેતરની વિગતો સરળતાથી મેળવી શકશે. આ સુવિધા એલોટીઝને માહિતગાર કરવા સાથે સાથે તેમના વિશ્વાસમાં વધારો કરવા દિશામાં રેરા ઓથોરીટીનું મહત્વપૂર્ણ પગલું છે.

જો કોઈ પ્રોજેક્ટના એલોટીને SMS મળે નહી, તો રેરા પોર્ટલ ઉપર આપનો સાચો અને યોગ્ય મોબાઈલ નંબર દર્શાવવા આપના પ્રોજેક્ટ પ્રમોટરને જાણ માટે તેમજ ગુજરાત રેરા, ગાંધીનગર દ્વારા તમામ એલોટીને આથી અપીલ પણ કરવામાં આવે છે જેની સંબંધિતોએ નોંધ લેવા વિનંતી.

@ddnews_gujarati
2025-08-02T11:48:39+00:00
Channel Image
DDNews Feeds
ઓપરેશન સિંદૂરની સફળતા હું બાબા વિશ્વનાથના ચરણોમાં સમર્પિત કરું છું: PM

પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું, "કાશીના મારા માલિકો, કાશીના લોકો, શ્રાવણ મહિનો હોય કે કાશી, દેશભરના ખેડૂતો સાથે જોડાવાથી મોટી તક શું હોઈ શકે. આજે હું ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર કાશી આવ્યો છું. 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, 26 નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેમના પરિવારોની પીડા, તે બાળકોની પીડા, પુત્રીઓની પીડા, મારું હૃદય ખૂબ પીડામાંથી પસાર થયું. ત્યારે હું બાબા વિશ્વનાથને પ્રાર્થના કરી રહ્યો હતો કે તેઓ તમામ અસરગ્રસ્ત પરિવારોને આ પીડા સહન કરવાની હિંમત આપે."

તેમણે વધુમાં કહ્યું, "મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું છે. આ ફક્ત મહાદેવના આશીર્વાદથી જ પૂર્ણ થયું છે. હું ઓપરેશન સિંદૂરની સફળતા તેમના ચરણોમાં સમર્પિત કરું છું."

આ પહેલા પીએમ મોદીએ કાશીના દરેક પરિવારને વંદન કરીને પોતાનું સંબોધન શરૂ કર્યું. તેમણે પોતાના સંબોધનની શરૂઆત નમઃ પાર્વતી પતયે, હર-હર મહાદેવથી કરી. તેમણે ભોજપુરીમાં કહ્યું - શ્રાવણના પવિત્ર મહિનામાં, આજે મને કાશીમાં મારા પરિવારના લોકોને મળવાની તક મળી છે. હું કાશીના દરેક પરિવારને વંદન કરું છું.

આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ કાશીમાં 2200 કરોડના 52 પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા. આ સાથે, દેશભરના 9.7 કરોડથી વધુ ખેડૂતો માટે સન્માન નિધિ (20 હજાર 500 કરોડ રૂપિયા)નો 20મો હપ્તો જાહેર કરવામાં આવ્યો. આ ઉપરાંત, દાળ મંડી પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બનૌલીમાં જાહેર સભા સ્થળે તેમનું સ્વાગત કર્યું. યોગીએ કહ્યું, "ઓપરેશન સિંદૂરની સફળતા પછી પીએમ કાશી પહોંચ્યા છે. આ નવું ભારત પહેલગામના આતંકવાદીઓને મિટાવવાનું અને દુશ્મનના ઘરમાં ઘૂસીને તેમને નષ્ટ કરવાનું કામ કરે છે."

@ddnews_gujarati
2025-08-02T11:48:34+00:00
Channel Image
DDNews Feeds
‘108 ઇમરજન્સી સેવા’: રાજ્યના નાગરિકો માટે સુરક્ષા કવચ

ગુજરાતમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી ‘108 ઇમરજન્સી સેવા’ની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી ‘108 ઇમરજન્સી સેવા’ આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યના દરેક શહેરો, જિલ્લા, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે ‘108 ઇમરજન્સી સેવા’ 24x7 વિનામૂલ્યે સેવા આપી રહી છે, જે રાજ્યના કરોડો નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે.

રાજ્યમાં આરોગ્ય સેવા ક્ષેત્રે ‘108 ઇમરજન્સી સેવા’ શરૂ થઇ ત્યારથી જૂન–2025 સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ 1.79 કરોડથી વધુ ઇમરજન્સી કોલ એટેન્ડ કરીને દર્દીઓને સફળતાપૂર્વક તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત 108 દ્વારા 58.38 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી તેમજ 21.77 લાખથી વધુ માર્ગ અકસ્માતના કિસ્સામાં ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન-મરણનો સવાલ હોય તેવી આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 17 લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યો છે. તદુપરાંત એમ્બ્યુલન્સમાં 94,503 જેટલી સગર્ભા મહિલાઓને તેમજ જે તે સ્થળ ઉપર 57,575 એમ કુલ 1.52 લાખથી વધુ સગર્ભા મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.

રાજ્યમાં ‘108 ઇમરજન્સી સેવા’ ઉપરાંત અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત સપ્ટેમ્બર 2012થી કાર્યરત 434 જેટલી ખિલખિલાટ વાનનો વર્ષ 2025 સુધીમાં 1.27 કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે તેવી જ રીતે વર્ષ 2015થી શરૂ થયેલી 181 મહિલા હેલ્પલાઇન અંતર્ગત 16.41 લાખથી વધુ કોલ એટેન્ડ કરીને 59 વાન દ્વારા 3.27 લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યમાં વર્ષ 2017માં શરૂ કરાયેલી 104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા વર્ષ 2025 સુધીમાં કુલ 51.57 લાખથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. વર્ષ-2018માં શરૂ કરાયેલી 108 બોટ એમ્બ્યુલન્સ દ્વારા 756 જેટલા નાગરિકોનો આપાતકાલીન સેવાઓ આપવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં બે 108 બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.
રાજ્યના 7 જિલ્લાઓમાં વર્ષ-2019થી કાર્યરત 112 ઇમરજન્સી સેવા અંતર્ગત 1.50 કરોડથી વધુ ઇમરજન્સી કોલ જેમાં પોલીસ, ફાયર, મેડીકલ અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે તેમ ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસની અખબારી યાદીમાં જણાવ્યું છે.

@ddnews_gujarati
2025-08-02T11:48:30+00:00
Channel Image
DDNews Feeds
વિયેતનામના પૂરમાં અંદાજે 8 લોકોના મૃત્યુ, 3 ગુમ

શનિવારે સવારે 6 વાગ્યા સુધીના અહેવાલો અનુસાર, પૂર અને ભૂસ્ખલનને કારણે લગભગ 60 ઘરો વહી ગયા છે અથવા ખરાબ રીતે નુકસાન થયું છે. ડીએન બિએન પ્રાંતના લગભગ 30 ગામોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે કારણ કે પૂરને કારણે રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે. વિયેતનામ ડિઝાસ્ટર એન્ડ ડાઈક મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ગુમ થયેલા લોકો માટે શોધ અને રાહત કામગીરી માટે 700 થી વધુ સુરક્ષા કર્મચારીઓ, સૈન્ય, સ્થાનિક સ્વયંસેવકો અને સંગઠનોના સભ્યોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ટીમો બચી ગયેલા લોકોને બચાવવા અને રાહત સામગ્રી પહોંચાડવા માટે દિવસ-રાત કામ કરી રહી છે.

શનિવારે, વિયેતનામના નાયબ પ્રધાનમંત્રી ત્રાન હોંગ હાએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે સ્થાનિક અધિકારીઓને સૂચના આપી કે કોઈપણ નાગરિકને ભૂખ્યા, અજાણ કે એકલા ન રહેવા દેવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે રાહત કાર્યકરો અને પૂર પીડિતોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. આ પૂર 'ટાયફૂન વિફા' પછી આવ્યું છે, જેણે થોડા અઠવાડિયા પહેલા વિયેતનામના હંગ યેન અને નિન્હ બિન્હ પ્રાંતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી હતી. 'ટાયફૂન વિફા'માં 88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જે બ્યુફોર્ટ સ્કેલના સ્તર 8-9 ની શ્રેણીમાં આવે છે.

આ વાવાઝોડાને કારણે ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. ડીએન બિએન પ્રાંતમાં એક ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત, હંગ યેનના ટિએન હૈ સમુદાયમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. દરમિયાન, મધ્ય પ્રાંતોમાં 150 થી 200 મીમી વરસાદ નોંધાયો હતો. ટાયફૂન વિફાની અસરને કારણે 357 ઘરોને નુકસાન થયું હતું અને સમગ્ર પ્રાંતમાં 400 હેક્ટરથી વધુ ચોખાના ખેતરો અને અન્ય પાક ડૂબી ગયા હતા.

@ddnews_gujarati
2025-08-02T11:48:26+00:00
Channel Image
DDNews Feeds PM નરેન્દ્ર મોદીએ UPથી PM કિસાન સમ્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના કાશી ખાતેથી PM કિસાન સમ્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેમાં ગુજરાતના 52.16 લાખથી વધુ કિસાન પરિવારોને રૂ. 1…
2025-08-02T11:48:23+00:00

GPT Description

Related Video

No video available.

Item Reviews - 0

No reviews yet.

Add Review